મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

હળવદમાં ઘરકામ બાબતે પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પીને પરણીતાએ કર્યો આપઘાત


SHARE













હળવદમાં ઘરકામ બાબતે પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પીને પરણીતાએ કર્યો આપઘાત

હળવદ શહેરમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ વાલ્મિકીવાસમાં રહેતી પરણીતાને તેના પતિ સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલા ચાલી થઇ હતી જેથી કરીને તેને લાગી આવતાં તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા પરણીતાનું મોત નિપજ્યુ છે માટે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરીને હળવદ પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ વાલ્મિકી વાસમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ મારુડ ના પત્ની સવિતાબેન ભરતભાઈ મારુડ (૪૫) પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી ગયા હોય તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા સવિતાબેન નું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ ભરતભાઈ મારુડ દ્વારા મોરબી હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક સવિતાબેનને ઘરકામ બાબતે તેના પતિ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેને લાગી આવતા તેને પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યુ છે

દેશી દારૂ ની ભઠ્ઠી

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની પાછળ બ્રાહ્મણી નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આખો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો આથો તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ ૨૪૦૦ રૂપિયાનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી દેવજી ઉર્ફે દેવો જીવણભાઈ પાટડીયા રહે. નવા સુંદરગઢ વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News