મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુંદરી ભવાની નજીક અને મોરબીના જેતપર ગામે દારૂની રેડ: ૩૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ


SHARE







હળવદના સુંદરી ભવાની નજીક અને મોરબીના જેતપર ગામે દારૂની રેડ: ૩૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામની સીમમાં કેનાલ પાસે તેમજ મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ ફર્નિચરની દુકાનમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સહિતના મુદ્દા માલ સાથે બંને રેડમાં કુલ મળીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પાસેથી બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જે પોલીસને જોઈને પોતાનું બાઈક અને મુદ્દામાલ ત્યાં છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે બાઈક પાસે જઈને ત્યાં ચેક કરતા ત્યાંથી પ્લાસ્ટિકની સીલપેક દારૂની ૩૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૯ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને દારૂ સહિતનો મુદ્દામાલ છોડીને નાસી ગયેલ શખ્સ સુરેશભાઈ ભાવસિંગ વાસણે (૧૯) રહે ચરાડવા વાળો હોવાનો સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ ખોડીયાર ફર્નિચર નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ફર્નિચરની દુકાનમાંથી દારૂના નાના સીલપેક ૩૩ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૩૦૦ ની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનદાર મનોજભાઈ નટવરભાઈ મારું જાતે મિસ્ત્રી (૪૦) રહે. મોચી શેરી જેતપર વાળાની ધરપકડ કરેલ છે 






Latest News