મોરબીમાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરીનો જીવલેણ ઘા ઝીકનારા આરોપી પતિની ધરપકડ
અંતે ગુનો નોંધાયો : મોરબીમાં એક કે બે નહીં ૩૪ વેપારી પાસેથી માલની ખરીદી કરીને લાખોના ચેક પકડાવી છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોની શોધખોળ ચાલુ
SHARE
અંતે ગુનો નોંધાયો : મોરબીમાં એક કે બે નહીં ૩૪ વેપારી પાસેથી માલની ખરીદી કરીને લાખોના ચેક પકડાવી છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોની શોધખોળ ચાલુ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામજી મંદિરની બાજુમાં રહેતા અને ડાયારામ ટ્રેડીંગ નામે દુકાને દુકાન ધરાવતા વેપારી પાસેથી ૩.૭૦ લાખના પીવીસી પાઈપની ખરીદી કરવામાં આવી હતી અને તે વેપારીને માલ લેનાર વિનાયક ટ્રેડીંગ નામની પેઢી વાળાઓ રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને તે વેપારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ૩૪ જેટલા વેપારીઓ પાસેથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ તે વેપારીઓને વિનાયક ટ્રેડીંગ વાળાએ લાખો રૂપિયા આપવામાં આવ્યા નથી જેથી કરીની પોલીસે વેપારીની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ તાલાળાના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે આવેલ રામજી મંદિરની બાજુમાં રહેતા અને ડાયારામ ટ્રેડીંગ નામે દુકાને દુકાન ધરાવતા મિતભાઈ વસંતભાઈ ભાલોડીયા જાતે પટેલ (૨૬)એ પીપળી ગામ પાસે આવેલ વિનાયક ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા કરણભાઇ જીલુભાઇ રાઠોડ, અશોકભાઇ પટેલ અને વિનાયક ટ્રેંડીગના મેનેજર વિજયભાઇ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તે પીવીસી પાઇપના થોરાઇઝ્ડ ડીલર છે. અને તેના મામાના મોબાઇલમાં વિનાયક ટ્રેડીંગ નામની પેઢી વાળા અશોક પટેલનો ફોન આવ્યો હતો અને તેને પીવીસી પાઇપ જોઈએ છે તેવું કહ્યું હતું જેથી ફરિયાદી તેના માસા સાથે વિનાયક ટ્રેડીંગ નામની ઓફીસે ગયા હતા ત્યારે ત્યાં વિજયભાઈ નામનો મેનેજર બેઠેલ હતો અને તેને અશોકભાઇ સાથે ફોન ઉપર વાત કરવી હતી.
જેથી કરીને તા.૧૦/૩/૨૦૨૩ ના રોજ અલગ અલગ સાઈઝના પીવીસી પાઇપનો કુલ ૩,૭૦,૦૩૬ નો ઓર્ડર આપ્યો હતો અને તે માલની ડિલિવરી તા.૧૧/૩/૨૦૨૩ ના રોજ આપવામાં આવ્યો હતો અને વાહનનું ભાડુ ત્યાં આપવાનું હતું અને વાહન ચાલકે પેમેન્ટ બાબતે પુછતા ડ્રાઈવર હરીભાઇ પટેલને વિનાયક ટ્રેડીંગ નામની પેઢીનો ચેક આપેલ હતો અને કોટક મહીન્દ્રા બેંકનો ચેક હતો જેમાં કે.જે. રાઠોડ દ્વારા સહી કરવામાં આવી હતી જો કે, પૈસાની જરૂરીયાત હોવાથી રોકડમાં બિલ આપવા માટે કહ્યું હતું ત્યારે અશોકભાઇનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી કરીને વેપારી વિનાયક ટ્રેડીંગ દુકાને ગયા ત્યારે દુકાન બંધ હતી અને જે ત્રણ નંબર આપેલ હતા તે તમામ મોબાઇલ નંબર બંધ આવતા હતા અને અશોકભાઈ, કરણભાઈ અને વિજયભાઈએ ઘણા વેપારીઓ પાસેથી માલની ખરીદી કરીને માલના રૂપિયા ચુકવ્યા નથી અને બધાને કોટક મહિન્દ્રા બેંક તથા આઈ.ડી.એફ.સી. બેંકના ચેક આપેલ હતા જેમાંથી કેટલાક વેપારીઓના ચેક ચેક રીટર્ન થયેલ છે.
આ શખ્સોએ મોરબીમાં હાર્ડવેર હબ વાળા અભિષેકભાઇ રમેશભાઇ સંઘાણી, મારૂતિ વોટર સોલ્યુશન, અવધ પોલીમર્સ વાળા ધવલભાઇ શૈલેષભાઇ છત્રોલા, જલારામ મસાલા, સુપર કોમ્પ્યુટર, શિવશક્તિ કોમ્પ્યુટર, લેપટોપ પોઇન્ટ, વનકલીક કોમ્પ્યુટર, શિવ માર્કેટીંગ વાળા શૈલેષભાઈ અમરશીભાઇ કવર, અતારી સ્કેલ કંપની, ઇમ્પેક્ષ પોલીપ્લાસ્ટ, ઓમ એન્ટરપ્રાઈજ, કૈલાષ ટ્રેડર્સ, સંજય ઇલેકટ્રીક વાળા મનોજભાઇ બેચરભાઇ છાત્રોલા, આશીર્વાદ ઇલેકટ્રીક વાળા જીત જ્યંતીભાઇ ટીલવા, સિયારામ ઇલેક્ટ્રીક, એક્સીસ પેઈન્ટ, શ્રી મોમાઇ ઇલેકટ્રીક, મારૂતિ નંદન ઓટો ઇલકેટ્રીક એન્ડ બેટરી, ન્યુ બજરંગ કુલીંગ, ક્રિષ્ના ટાયર, યોગી કેબલ, મુલ્લાજી ઈસા હસનભાઇ એન્ડ સન્સ, આયુષી પોલોમર્સ, શ્રી રામદેવ ઓઇલ મીલ, કૈલાષ પોલીમર્સ, ગોકુલ ઓઇલમીલ, સાહિલ રોટો પ્લાસ્ટ, ટેકનોવા પોલીમર્સ, એન્જલ પોલી પ્લાસ્ટ એલ.એલ.પી, વિશ્વા પલી પ્લાસ્ટ વાળા નયનકુમાર ગોવીંદભાઈ રાજપરા, ધર્મેન્દ્ર માર્કેટીંગ તથા રેવા ટેક એમ અલગ અલગ વેપારીઓ પાસેથી આ શખ્સો દ્વારા લાખો રૂપિયાના માલની ખરીદી કરીને ચેક આપીને વેપારીઓ સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરવામાં આવી છે જેથી કરીને વિનાયક ટ્રેડીંગ વાળા અશોક પટેલ, કરણ રાઠોડ તથા મેનેજર વિજયભાઇ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.