મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ઓનલાઈન વરલી!: હળવદમાં વ્હોટ્સએપથી વરલીના આંકડા લેતા એક પડકાયો, એકની શોધખોળ


SHARE









ઓનલાઈન વરલી!: હળવદમાં વ્હોટ્સએપથી વરલીના આંકડા લેતા એક પડકાયો, એકની શોધખોળ

હળવદમાં પંચમુખી ઢોરા પાસે જાહેરમાં જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મોબાઈલ ફોન ઉપર વ્હોટ્સએપના આધારે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૫૪૪૦ રૂપિયા રોકડા સાહિત કુલ મળીને ૧૦,૪૪૦ નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં પંચમુખી ઢોરા પાસે આવેલ શંકરના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા ચિઠ્ઠીમાં લખવાના બદલે વ્હોટ્સએપના માધ્યમથી લખવામાં આવતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૫૪૪૦ ની રોકડ અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને ૧૦,૪૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે તાજદિનભાઈ રજબઅલી પંચવાણી જાતે ખોજા (૪૭) રહે. દંતેશ્વર દરવાજા પાસે મામલિયા ચોરો શાક માર્કેટ વાળી શેરી હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ધીરાભાઈ કોળી રહે. ગોરી દરવાજા પાસે હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય છે તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભટ્ઠી

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી ડેમના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦૦ લિટર આથો, બે ગેસના ચૂલા, ગેસનો એક બાટલો, અખાધ્યાય ગોળના ચાર ડબ્બા સહિત કુલ મળીને સ્થળ ઉપરથી એલસીબીની ટીમ દ્વારા ૫૪૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી વિક્રમભાઈ ચંદુભાઈ સુરેલા જાતે કોળી રહે. ગોલાસણ વાળાની હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News