મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના રાણેકપરમાં બાઈકથી કાવા ન મારવા સમજાવવા ગયેલા યુવાન, તેના પિતા અને ભાઈને માર માર્યો


SHARE













હળવદના રાણેકપરમાં બાઈકથી કાવા ન મારવા સમજાવવા ગયેલા યુવાન, તેના પિતા અને ભાઈને માર માર્યો

હળવદ તાલુકાના શુકન બંગલોઝથી રાણેકપર ગામ વચ્ચે બાઈકમાં કાવા નહીં મારવા માટે સમજાવવા યુવાન ગયો હતો ત્યારે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેનો કાઠલો પકડીને તેને ગાળો આપીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને સમજાવવા માટે ગયેલ યુવાન તથા તેના પિતા તેમજ ભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા પછી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ હળવદના જુના રાણેકપર ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જાતે કોળી (૩૦) એ હાલમાં રાણેકપર ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા, અશ્વિનભાઈ ચંદુભાઈ બાબરીયા, ચંદુભાઈ પ્રભુભાઈ બાબરીયા અને અણદીબેન ચંદુભાઈ બાબરીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી રણછોડભાઈ બાબરીયા બાઈકમાં કાવા મારતા હોય કાવા નહીં મારવાનું સમજાવવા માટે ગયા હતા ત્યારે તેને તે સારું નહીં લાગતા રણછોડભાઈએ ફરિયાદી યુવાનનો કાઠલો પકડીને ગાળો આપી હતી અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો તેમજ ફરિયાદીના પિતા નવઘણભાઈ ઉડેચાને લોખંડના પાઇપ વડે કપાળ અને માથાના ભાગે માર માર્યો હતો અને આરોપી અશ્વિન બાબરીયાએ ફરિયાદીના પિતાને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ચંદુભાઈ બાબરીયા અને અણદીબેન બાબરીયાએ ફરિયાદીના પિતાને પકડી રાખીને ઢીકા પાટુનો મારમાર્યો હતો અને તેના ભાઈ સાગરને પણ રણછોડભાઈએ ખભાના ભાગે પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા ત્રણેય પિતા પુત્રોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે આઇ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીમાં નજરબાગ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ઋષિરાજસિંહ રણજીતસિંહ પરમાર જાતે દરબાર (૨૯) રહે. ગાયત્રી નગર સોસાયટી સ્કૂલ વાળી શેરી વાવડી રોડ મોરબીવાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News