મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડી બોલેરો ચડાવીને શિક્ષકનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદની દેવળીયા ચોકડી બોલેરો ચડાવીને શિક્ષકનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના દેવળીયા ગામના બસ સ્ટેશન પાસે વાહનની રાહ જોઈને બેઠેલા શિક્ષક ઉપર બોલેરો ગાડી ચડી ગઈ હતી જેથી કરીને અકસ્માતના આ બનાવમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પત્નીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અણીયારી ચોકડી પાસે આવેલ વલ્લભી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શામજીભાઈ ગંગારામભાઈ કંઝારીયા પોતાનું એકટીવા લઈને ગત તા. ૨૮/૪ ના રોજ ખાખરેચીથી હળવદ બેંકમાં કામ હોવાથી ત્યાં ગયા હતા દરમિયાન હળવદમાં તેનું એકટીવા ખરાબ થઈ જતા એકટીવાને હળવદમાં મૂકીને તેઓ ખાનગી વાહનમાં પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા અને ફરિયાદીને તેના પતિએ ફોનથી જાણ પણ કરી હતી દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધી તે ઘરે પહોંચ્યા ન હોવાથી ફરિયાદી મહિલાએ તેના પતિ ક્યાં પહોંચે છે તે જાણવા માટે થઈને તેને ફોન કર્યો હતો ત્યારે ફોન ઉપાડવામાં ન આવતા ચાર પાંચ વખત રિંગ મારી હતી ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પતિનો દેવળીયા ચોકડી પાસે એકસીડન્ટ થયેલ છે જેથી કરીને તેને હળવદ દવાખાને લઈ જઈ રહ્યા છીએ અને હળવદ દવાખાને આવવા માટે કહ્યું હતું

જેથી ફરિયાદી મહિલા તેના જેઠ, ભાણેજ અને પિતા સાથે હળવદ હોસ્પિટલે પહોંચ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે શામજીભાઈને અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે અમદાવાદ પહોંચે ત્યારે પહેલા જ શામજીભાઈનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પત્ની સોનલબેન શામજીભાઈ કંઝારીયા (૩૧) રહે. મૂળ માલણીયા હાલ રહે. ખાખરેચી તાલુકો માળીયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો  ગાડી નંબર એમએચ ૪૬ એલ ૬૫૬૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, દેવડીયા બસ સ્ટેન્ડએ ફરિયાદીના પતિ વાહનની રાહ જોઈને બેઠા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેની ગાડી બેફિકરેથી ચલાવીને દેવળીયા ચોકડીએ બસ સ્ટેન્ડ ઉપર બેઠેલ ફરિયાદીના પતિ ઉપર ચડાવી દીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું

દેશી દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઑરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સોનલ ઉર્ફ સોનકીના ઘરમાં દારૂનો જથ્થો આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા તેના ઘરમાંથી ૨૪૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૪૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ ગુનામાં આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા સોસાયટી મોરબીની ધરપકડ કરેલ છે




Latest News