મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં લગ્ન પ્રસંગ માટે આપેલા રૂપિયા પાછા માંગતા યુવાન અને તેના બે ભાઈ-ભત્રીજાને પાઇપ-ધોકાથી માર માર્યો


SHARE









હળવદમાં લગ્ન પ્રસંગ માટે આપેલા રૂપિયા પાછા માંગતા યુવાન અને તેના બે ભાઈ-ભત્રીજાને પાઇપ-ધોકાથી માર માર્યો

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા યુવાને તેના કૌટુંબિક ભાઈને તેની દીકરીના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેને રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પાછા માગતા સારું ન લાગવાથી પાંચ શખ્સોએ પાઇપ અને ધોકા વડે યુવાનને તથા તેના બે ભાઈ અને ભત્રીજાને માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાન સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તે યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા કુકાભાઈ કરમશીભાઈ જખાણીયા જાતે દેવીપુજક (૩૭) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બચુભાઇ વિરજીભાઇ જખાણીયા, ગગજીભાઇ વિરજીભાઇ જખાણીયા, મુનાભાઇ સોમાભાઇ જખાણીયા, રાજુભાઇ ગગજીભાઇ જખાણીયા અને વિરમ બચુભાઇ જખાણીયા રહે. ભવાનીનગર ઢોરા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના કૌટુંબિક ભાઈ ધારશીભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ધારશીભાઈને રૂપિયાની જરૂર હતી જેથી ફરિયાદી યુવાને તેને રૂપિયા આપેલ હતા જે રૂપિયા પરત લેવા માટે કુકાભાઈ જખાણીયા ગયા હતા ત્યારે આરોપીઓએ ધોકા અને પાઇપ વડે તેઓ ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેના ભાઈ વગાભાઈ, અરજણભાઈ તથા તેના ભત્રીજા ગોવિંદને પાઇપ અને ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News