મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ટીકર ગામે વીજ કંપનીના કર્મચારી સાથે મારામારી કરનાર કોંગ્રેસનાં આગેવાન સામે એટ્રોસિટી


SHARE









હળવદ તાલુકાનાં ટીકર ગામે વીજ કંપનીના કર્મચારી સાથે મારામારી કરનાર કોંગ્રેસનાં આગેવાન સામે એટ્રોસિટી

હળવદ તાલુકાના ટીકર ગામમાં વીજ કંપનીના કર્મચારી સાથે મારામારી કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી જે બાબતે હાલમાં વીજ કંપનીના કર્મચારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે તજવીજ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જીલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જીલ્લામાં વીજ કંપનીમાં હળવદ રૂરલમાં આસીસ્ટન્ટ લાઈન મેન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સિંધાભાઈ કટારાએ ફરિયાદ નોંધાવી છે જેમ જણાવ્યું છે કે, સોમવારે હળવદ વીજ કંપનીની ઓફિસે તેની ટીમના એસ.ડી. લીંબાત (ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટ), ખરાડી વી.એસ. (ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટ) અને ઈકોના ડ્રાઈવર ચંદુભાઈ સાથે નીકળી અજીતગઢ ખોડ જ્યોતિગ્રામ ફીડર ગયા હતા અને ફીડર રીપેરીંગ કરી ત્યાંથી માધવનગર એ.જી. ફીડર રીપેર કરી ટીકર ગામે બસ સ્ટેન્ડ ચા પાણી પીવા બપોરના અઢી વાગ્યે ઉભા હતા ત્યારે ટીકરના ધર્મેશભાઈ જશમતભાઈ એરવાડિયા ગાળો બોલતા આવી લાઈટ કેમ બંધ કરેલ છે તેવું કહ્યું હતું અને તમને લાઈટ રીપેર કરતા આવડતું નથી બંધ કરીને બેઠા છો કહીને ફેટ પકડી હાથથી મારવા લાગ્યા હતા

જેથી ફરિયાદીએ લાઈટ બંધ કરાવેલ નથી ઘાટીલા જ્યોતિગ્રામ ફીડર રીપેર કરવા આવ્યા છે તેઓએ બંધ કરાવી હશે તેવું કહેતા ધર્મેશભાઈએ ફરિયાદીને પકડીને પોતાની ગાડીમાં બેસાડી ઘાટીલા જ્યોતિગ્રામ ફીડર લઇ ગયા હતા અને રસ્તામાં વીજ કંપનીના ટેમ્પો સામે મળતા તેને ઉભો રખાવી ભરતભાઈ ચાવડા અને ટેમ્પો ડ્રાઈવર વાલાભાઈ માત્રાભાઈ અને મજુર બાબુ કોળી હતા ત્યારે ધર્મેશભાઈ ફરિયાદીને ગાડીમાંથી ઉતારી માર મારતા હતા અને ભરતભાઈ ચાવડાને ગાળો બોલી કેમ લાઈટ બંધ કરી છે તેમ કહીને ભરતભાઈને પણ માર માર્યો હતો  આ બનાવની જુનીયર એન્જીનીયર ગોસ્વામીને જાણ કરતા ડેપ્યુટી એન્જીનીયર વસાવાનો ફોન આવ્યો હતો અને ઇજા ગ્રસ્તને હળવદ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ પ્રવીણભાઈએ નોંધાવેલ ફરિયાદને આધારે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે અને પોલીસે આરોઈને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે 




Latest News