મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં માલીકીની જમીન પચાવી લેનાર બે મહિલા સહિત સાત સામે લેન્ડ ગ્રેબિંગ: પાંચની ધરપકડ


SHARE











હળવદના ભલગામડામાં માલીકીની જમીન પચાવી લેનાર બે મહિલા સહિત સાત સામે લેન્ડ ગ્રેબિંગ: પાંચની ધરપકડ

હળવદ તાલુકાના ભલગામડા ગામે આવેલ યુવાનની જમીન ઉપર બળજબરીથી કબજો કરી લેવામાં આવેલ છે અને જમીન પચાવી પાડી લેવામાં આવી છે જે જમીન પરત આપવાનું કહેતા આરોપીઓએ બોલાચાલી અને ઝઘડો કરીને યુવાનને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બે મહિલા સહિત કુલ સાત શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ હતી અને આ ગુનામાં બે મહિલા સિવાયના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ આનંદ પાર્કમાં રહેતા અને ખેતી કામ કરતા જયેશભાઈ વાસુદેવભાઈ કારોડીયા જાતે પટેલ (૩૩) એ હાલમાં બાજુબેન માવુભાઈ રાજપુત, ઘનશ્યામભાઈ માવુભાઈ રાજપુત, વિરમભાઈ માવુભાઈ રાજપુત, ગગજીભાઈ માવુભાઇ રાજપુત, નારસંગભાઈ માવુભાઇ રાજપુત, રાજુભાઈ માવુભાઈ રાજપુત અને કાસુબેન માવુભાઇ રાજપુત રહે. બધા ભલગામડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભલગામડા ગામે સર્વે નંબર નં.૨૨૯ ખાતા નં.૨૭૬ ની જમીન હેક્ટર-૧-૧૪-૩૨ ફરિયાદીના માતાના નામે છે અને આ જમીન બળજબરી પૂર્વક ગેરકાયદેસર રીતે કબજો કરીને પચાવી પાડી છે જેથી કરીને જમીન પરત આપવા માટે થઈને યુવાને કહ્યું હતું ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી ઝઘડો કરીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે ઘનશ્યામભાઈ, વિરમભાઈ, ગગજીભાઈ, નારસંગભાઈ અને રાજુભાઈ ની ધરપકડ કરેલ છે જોકે બે મહિલા આરોપીઓને પકડવાના બાકી છે






Latest News