ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
SHARE
ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર નાયરાના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળતું નથી તેવી લોકો તરફથી ફરિયાદ ઉઠી રહી છે અને હાલમાં જે સરકારી પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપ ઉપર પણ ત્યાના કાયમી ગ્રાહક સિવાય નવા આવતા ગ્રાહકોને ડીઝલનો જથ્થો આપવામાં આવતો નથી. આવું વાહન ચાલકો કહી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં પરિસ્થિતી થાળે ન પડે તો ડીઝલના કારણે માલ પરિવહન માટેના ટ્રક, ટ્રેલર અને ડમ્પર સહિતના વાહનોના પૈડા થંભી જાય તો નવાઈ નથી
થોડા સમય પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જાહેર સભાને સંબોધતા લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાના કાફલાઓમાં ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે અને ડીઝલની વધુમાં વધુ બચત થાય તેના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે બીજી બાજુ દેશવાસીઓની વાત કરીએ તો ઘણી જગ્યાએ લોકોએ વર્ક ફોર્મ ચાલુ કરી દીધા છે અને ગાડીઓ શેરિંગ કરીને એક ગાડીમાં એકથી વધુ લોકો જતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો અહીંયા મોરબીની આસપાસમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઉદ્યોગ આવેલા છે જેમાં માલનું પરિવહન કરવા માટે તેને મોટા પ્રમાણમાં ટ્રક, ટ્રેલર અને ડમ્પર સહિતના ભારે વાહનોની અવરજવર થતી હોય છે જોકે ડીઝલના મોરબી જિલ્લામાં ધાંધિયા શરૂ થઈ ગયા છે.
મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં આવેલા નાયરાના પેટ્રોલ પંપમાંથી મોટાભાગના પેટ્રોલ પંપની અંદર ડીઝલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી નાયરાના પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલની ખરીદી કરતા ગ્રાહકો હવે બીપીસીએલ, એચપી, આઈઓસી વગેરે સરકારી પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખરીદી કરવા માટે જાય છે જોકે સરકારી પેટ્રોલ પંપ ઉપર ગત વર્ષથી સરખામણીએ હાલમાં ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપ ધારકોને આપવામાં આવે છે જેથી નવા ગ્રાહકોને હાલમાં સરકારી પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલનો જથ્થો આપી શકાતો નથી. આટલું જ નહીં બેરલમાં પણ ડીઝલનો જથ્થો આપી શકાતો નથી. જેથી કરીને કેટલાક ગ્રાહકોને પેટ્રોલ પંપે ડીઝલનો જથ્થો હોવા છતાં પણ ડીઝલ ન આપી શકાય આવી ઘટનાઓ મોરબી જિલ્લાની અંદર બનવા લાગી છે.
ઉલેખનીય છે કે, જો પરિસ્થિતિ થાળે ન પડે તો ભારે વાહનના ધારકોને ડીઝલ માટે થઈને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા દેખાઈ છે વધુમાં વિનોદભાઇએ એવું પણ જણાવ્યુ હતું કે, જો સરકાર દ્વારા કડક સૂચના આપીને મોરબી જિલ્લાની અંદર નાયરાના તમામે તમામ પેટ્રોલ પંપની ઉપર ડીઝલનું વેચાણ ચાલુ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તો જ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવી શકાય તેમ છે અને જો ડીઝલ ન મળે તો મોરબીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી લઈને સિરામિક ઉદ્યોગ સહિત તમામ ઉદ્યોગોને આગામી સમયમાં મોટા પ્રમાણમાં અસર થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.