મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના ઢવાણામાં જમીન ખેડાણ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને દંપતીને ધોકા વડે માર માર્યો


SHARE











હળવદના ઢવાણામાં જમીન ખેડાણ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને દંપતીને ધોકા વડે માર માર્યો

હળવદ તાલુકાના ઢવાણા ગામે જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને દંપતીને ધોકા વડે માર મારવામાં આવ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા ગીતાબેન વિનોદભાઈ સાકરીયા જાતે કોળી (૪૫) એ હાલમાં જગદીશભાઈ ઉર્ફે જગો લાભુભાઈ સાકરીયા અને ગુડાભાઈ પ્રવીણભાઈ સાકરીયા રહે. બંને ઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને લાકડાના ધોકા વડે માથાના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના પતિ સાથે પણ ઝપાઝપી કરીને બંને શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી બંને દંપતીએ સારવાર લીધા બાદ મહિલાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News