રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસની ચોરીના ગુનામાં સાતેક વર્ષથી ફરાર આરોપી હવે પડકાયો


SHARE











મોરબી તાલુકા પોલીસની ચોરીના ગુનામાં સાતેક વર્ષથી ફરાર આરોપી હવે પડકાયો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપીને ગઈકાલે પકડવામાં આવ્યો હતો..!

મોરબી એલસીબી તરફથી મળતી માહિતી મુજબ રેંજ આઇજી અશોકકુમાર યાદવએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીને નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા સૂચના કરેલી હતી દરમ્યાનમાં એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કાર્યરત હતો.તે દરમિયાનમાં પેરોલ ફર્લો સ્કોડના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ અને દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે બૈતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસમાં વર્ષ-૨૦૧૭ માં નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપી આદુરામ તુલજારામ પુનીયા જાતે જાટ રહે. બૈરીવાળા તલ્લા તા.જી. બાડમેર રાજસ્થાન વાળો હાલે મકનસર રાધેક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ઓફીસ બાજુ આવેલ હોવાની બાતમી મળતા પોલીસ ટીમ સાથે તે જગ્યાએ તપાસ કરતા ચોરીના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપી આદુરામ તુલજારામ પુનીયા જાતે જાટ (ઉ.વ.૪૫) રહે.બૈરીવાળા તલ્લા તા.જી.બાડમેર રાજસ્થાન વાળો ત્યાં મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ હવાલ કરવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી છેલ્લા સાતેક વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો હતો..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા પુનિત સુરેશ ડાભી નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા તથા સારવાર માટે ખસેડાયો હતો તે બાઈક લઈને જતો હતો ત્યારે જાંબુડીયા ગામ નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

               જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબી તાલુકાના જોધપર નદી ગામે બન્યો હતો.જેમાં ગામના પ્રભાબેન જમનાદાસ રામાનંદી નામના ૭૩ વર્ષીય વૃદ્ધા ગામમાં આવેલ રામદેવપીરના મંદિર પાસેથી પગપાળા જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા પગના ભાગે ઇજાઓ થતા તેમને અત્રે નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે બનાવ અંગે પણ મહેશભાઈ કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News