રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી પહેલ : ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...


SHARE











પ્રેરણાદાયી પહેલ : ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...

 હાલમાં સમગ્ર રાજ્યમાં જ્યારે બીપરજોઈ વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે ત્યારે મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાવાઝોડામાં ઈજા થયેલ તમામ વ્યક્તિઓની સંપૂર્ણ તપાસ અને રીપોર્ટસ ફ્રી માં કરી આપવામાં આવશે તેમજ ઓપરેશનો રાહત દરે કરી આપવામાં આવશે.

વધુમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડીકલ ડિરેક્ટર ડૉ વિનોદ કૈલા સાહેબ તેમજ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ પ્રહલાદ ઊઘરેજા સાહેબ એ વધુ જણાવ્યું છે કે વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે 50 બેડ તેમજ 40 બેડ, આમ ટોટલ 90 બેડ ફાળવવામાં આવ્યા છે અને તે બેડ વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

કુદરતી આફતો વખતે, એ પછી કોરોના એપિડેમિક્સ હોય કે પછી ઝુલતા પુલ દુર્ઘટના, ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હંમેશા મોરબીની જનતાની સેવા માટે મોખરે હોય છે.

 બંને હોસ્પિટલના તમામ ડોક્ટરો તેમજ સ્ટાફગણ આ વિકટ સમય દરમિયાન 24 કલાક ઉપલબ્ધ રહેશે અને હાઈ એલર્ટ મોડમાં રહેશે.

 

ઈમરજન્સી માટે કોન્ટેક્ટ નંબર:ૐ

ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શનાળા રોડ, મહેશ હોટેલની પાછળ મોરબી ફોન નંબર:-9725530301, (02822)224491,224492,227222

 

શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,રામધન આશ્રમ ની સામે, મહેન્દ્રનગર રોડ, મોરબી -2  ફોન નંબર: 9727527555






Latest News