રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા, માળીયાના ખાખરેચી અને ટંકારામાં વાવાઝોડાના કાઉન્ટડાઉન વચ્ચે આશ્રીત સગર્ભાઓની સફળતાપુર્વક પ્રસૃતી


SHARE











મોરબીના ખરેડા, માળીયાના ખાખરેચી અને ટંકારામાં વાવાઝોડાના કાઉન્ટડાઉન વચ્ચે આશ્રીત સગર્ભાઓની સફળતાપુર્વક પ્રસૃતી

વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ ખાખરેચી ગામ અને આસપાસના ગામ અને વિસ્તારામાં જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા છે.તે ઉપરાંત અગર વિસ્તાર તથા વાડી વિસ્તારના લોકોને આશ્રય માટે કુંભારીયા સ્કૂલ ખાતે આશ્રય માટે રાખવામાં આવ્યા છે. જેમની પણ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના આરોગ્ય સ્ટાફ દ્વારા  આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.આ તપાસ દરમિયાન ૧ સગર્ભા બહેનને ડિલિવરીની સંભવિત તારીખ ૨૨ જૂન હતી પરંતુ તેમની આરોગ્ય તપાસ કરતા ડિલિવરી થઈ શકે તેમ હોઈ સગર્ભા બહેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે દાખલ કરવામાં આવેલ હતા. ગઈકાલે તારીખ. ૧૪-૬ ના રોજ રાત્રે ૧૦:૫૩ કલાકે સગર્ભા બહેનની ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૨૦૦ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને  લેતા ખરેડા ગામની આસપાસની જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને મોરબી તાલુકાના ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી ૧ સગર્ભાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા ખાતે ગત રાત્રે ૯ કલાકે સગર્ભા બહેનની ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કે.પી.વિડજા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયે બાળકનું વજન ૨.૮૦૦ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. 

વાવાઝોડાના ખતરા વચ્ચે ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર આશ્રિત સગર્ભાની સફળતાના પુર્વક પ્રસૃતી કરાવવામાં આવી હતી.સંભવીત બિપોરજોય વાવાઝોડાની અંતર્ગત કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાની ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને પ્રસૃતીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તેમાં તા.૧૩-૬ ના રોજ ઘુનડા(ખા.) ખાતે વાડીમાં રહેતા લીલાબેન અનેશભાઈ ખરાડીને તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા સમજાવીને ૧૦૮ મારફત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે દાખલ કરાવેલ જેની તા. ૧૫-૬ ના રોજ બપોરે ૧:૩૦ કલાકે સફળતાપૂર્વક પ્રસૃતી કરાવવામાં આવી હતી.






Latest News