રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાંને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી ચાલુ


SHARE











મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાંને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી ચાલુ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાંનુ સંકટ તોડાઈ રહ્યુ છે.રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદર ની આસપાસ ના વિસ્તારોમાં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.  એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ૪ દીવસથી કરવા માં આવી રહી છે.આજ રોજ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, હરીશભાઈ રાજા,નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા મોરબી જીલ્લાના સ્થળાંતરિતો માટે ભોજનની વ્યાવસ્થા કરવામાં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.






Latest News