વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી


SHARE











મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં સાંજના સમયે ફુકાયેલા ભારે પવનના કારણે બે વીજ સબ સ્ટેશનનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને ૪૫ ગામની અંદર અંધારપટ થઇ ગયો છે અને હાલમાં જીલ્લામાં ૩૦૦ થી વધુ વીજપોલ તુટેલ છે તેને ઉભા કરવાની અને બંધ થયેલ બંને સબ સ્ટેશનને ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે.

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથડાઈ ગયું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાને વાવાઝોડાની સીધી કોઈ અસર નથી થઈ પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેવી માહિતીઓ સામે આવી રહી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં મોટા દહીસરા અને પીપળીયા સબ સ્ટેશન સાંજે પાંચ વાગ્યે ભારે પવન ઉપાડવાના કારણે વીજ વાયરો તૂટી જવાના કારણે અથવા તો વીજ પોલ તૂટવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી કરીને માળિયા તાલુકાના ૪૫ ગામની અંદર અંધારપટ છવાઇ ગયો હતો અને આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાની સાથે જ તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ગઇકાલે મોડી રાતના સમયથી જ એક એક વીજ પોલને ઉભા કરવાની કામગીરી સાથો સાથ સબ સ્ટેશનને શરૂ કરવા માટે સમગ્ર ટીમ કામે લાગી હતી અને ૪૫ પૈકીના નવ ગામોમાં રાતના ૧૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો જોકે બાકીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેની હાલમાં કામગીરી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, રણકાંઠાના એરીયામાં અંદાજે કુલ મળીને ૩૦૦થી વધુ વીજપોલ તૂટી પડ્યા હોય તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.






Latest News