મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 જુગારી 5.20લાખની રોકડા સાથે પકડાયા


SHARE









હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 જુગારી 5.20લાખની રોકડા સાથે પકડાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સાહિત કુલ મળીને ૭ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપીયા ૫,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબી જિલ્લા એલ.સી.બી.ના જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા, શકિતસિંહ ઝાલા અને સંજયભાઇ રાઠોડને હકીકત મળેલ હતી કે, હળવદના સમલી ગામે રહેતા આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની કટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત કાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા વાડીના માલિક આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી તાલુકો હળવદ, કેતન રતિલાભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટી ધુંટુ, અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટી, ધુંટુ, જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. ધર્મમંગલ સોસાયટી, મહેન્દ્રનગર, કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. પટેલનગર સોસાયટી, મહેન્દ્રગર, હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. હરીનગર સોસાયટી, ધુંટુ અને જયંતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટી, ધુંટુ વાળાનો સમાવેશ થાય છે આ શખ્સો પાસેથી પોલીસે રોકડ ૫,૨૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ એલસીબીની ટીમે કરી હતી




Latest News