મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રકમાંથી ૧૫૦ કિલો લોખંડના સળિયાની ચોરીની ટ્રક માલિકે ડ્રાઈવર સામે નોંધાવી ફરિયાદ


SHARE













હળવદ નજીક ટ્રકમાંથી ૧૫૦ કિલો લોખંડના સળિયાની ચોરીની ટ્રક માલિકે ડ્રાઈવર સામે નોંધાવી ફરિયાદ

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ સુસવાવ ગામની સીમમાં ઇનોવિન મેટલ્સ એલએલપી નામના કારખાનાની બાજુમાં પડતર જગ્યામાં ટ્રક ઉભો રાખવામા આવ્યો હતો અને તેમાંથી લોખંડના તળિયાની બે ભારી જેનો વજન ૧૫૦ કિલો કાઢી લેવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી તથા માલ મંગાવનારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના માલિકે ટ્રકના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમદાવાદ જિલ્લાના સુવાળા ગામના રહેવાસી અને હાલમાં સામખયારી જંગી રોડ ઓમ બંગલો સોસાયટી બ્લોક નંબર ૨૩ ખાતે રહેતા ચેતનકુમાર જગદીશભાઈ પટેલ (૪૨)એ ટ્રક ડ્રાઇવર સ્વરૂપારામ અમરારામ રહે. ખારીયાકીટા ભાનપુરા તાલુકો રામસર જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા હળવદ હાઇવે ઉપર ગામની સીમમાં ઇનોવિન મેટલ એલએલપી નામના કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યામાં તેઓની માલિકીનો ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૨૦૯૪ સામખયારી ખાતે આવેલ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાંથી અલગ અલગ સાઈઝના લોખંડના સળિયા ૩૯.૪૨૦ મેટ્રિક ટન જેની કિંમત ૨૦,૩૯,૫૩૧ નો માલ ભરીને ડ્રાઇવર મારફતે સામખયારીથી રવાના કરી સુરત સંગીની એસોસિએટ કારખાનામાં ખાલી કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા જોકે, ટ્રકને નિયત કરેલ જગ્યાએ માલ નહીં પહોંચાડીને રસ્તામાં પોતાના અંગત ફાયદા માટે લોખંડના સીલ બંધ સળિયાના બંડલમાંથી સળિયાની બે ભારી જેનો વજન ૧૫૦ કિલો અને કિંમત ૮૨૫૦ થાય છે તે સળિયા ટ્રકમાંથી કાઢી લેવામાં આવ્યા હતા જેથી કરીને ફરિયાદી તથા માલ મંગાવનાર પાર્ટી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરવામાં આવી હોય ટ્રકના માલિક દ્વારા તેના ડ્રાઇવર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News