મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ


SHARE













મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે જેની યાર્ડના કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને નાના વાહન ચાલકો, રેકડી વાળા અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ કામગીરી માટે માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, યાર્ડના દુકાન ધારકોના હિતને નુકશાન પહોચાડવાના મલિન ઇરાદા સાથે યાર્ડના ગેટ પાસે સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતાટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઉભુ રાખી સીધું વેચાણ કરવા દેતાગ્રાહકો અંદર પડેલ ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકીને કારણે માલની ખરીદ કરવા આવતા નથી જેથી કૈરને વેપારીઓને નુકશાન થાય છે માટે યાર્ડ અધિકારીકર્મચારી કે ચૂંટાયેલ પ્રતિનિધિઓને ગ્રાહકદુકાન ધારકોની પરેશાની દૂર કરવા માટે ત્વરિત કામગીરી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેવું વેપારી એસોસિયેશનએ જણાવ્યુ છે






Latest News