મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર લોકોનો હુમલો


SHARE













મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર લોકોનો હુમલો

મોરબીના વજેપરા શેરી નંબર-૧૦ માં રહેતા સિરાજ રાજુભાઈ સુમરા જાતે સંધિ મુસ્લિમ નામના ૨૩ વર્ષના યુવાન ઉપર બે જગ્યાઓએ હુમલો કરવામાં આવ્યો હતો.તેને આસ્વાદ પાન પાસે તેમજ મોરબીના કંડલા બાયપાસે આવેલ ક્રિષ્ના મેલાના મેદાની સામે બે વખત જુદાજુદા સમયે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાગ્રત સિરાજ સુમરાને દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવેલ હોય પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયાએ પહોંચીને નિવેદન દીધું હતું.જેમાં સિરાજ સુમરાએ મોરબીના પીંજારા જમાતખાનાની પાછળ રહેતા રહેમાન જામ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એમ ચાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જૂની અદાવતનો રોષ રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનુ તેણે પોલીસ ફરિયાદમાં જણાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

કેનાલ રોડ અકસ્માત

મોરબીના રવાપર ગામે આવેલ લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ પાસે વાહન અકસ્માત સર્જાયો હતો.જે બનાવમાં ઈજા થતાં કેવિન રમણીકભાઈ કાસુન્દ્રા (રહે.એસપી રોડ) નામના ૧૯ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.કેવીન રામોજી ફાર્મ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક આખલા સાથે અથડાતા તેને ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયો હતો.જે બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જુગારના ગુનામાં ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા અરમાન ગનીભાઈ મેમણ (ઉંમર ૨૧) રહે.ડીસા મેમણ સોસાયટી રાજપુર રોડ બિહારીબાગ જીલ્લો બનાસકાંઠાની ધરપકડ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રહીને મજૂરી કામ કરતો સમસુભાઈ વજીયાભાઈ નીનામા નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા સમસુભાઇ નીનામાને ઇજાઓ થઈ હતી.જેથી તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.તેથી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News