મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

સી.આર. પાટીલ પાસે ખંડણી માંગનારા આરોપીના મોરબીની કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા


SHARE













સી.આર. પાટીલ પાસે ખંડણી માંગનારા આરોપીના મોરબીની કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીના તા ૧૧ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માંગવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા આરોપીની સામે મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કેમૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫)ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીએ જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું

આમ ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે જમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) વાળાનો સુરતથી કબ્જો લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરેલ હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના તા ૧૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News