મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામે યુવાન ઉપર મોડી રાત્રિના છરી વડે હુમલો, મોરબી ખસેડાયો


SHARE









હળવદના સરંભડા ગામે યુવાન ઉપર મોડી રાત્રિના છરી વડે હુમલો, મોરબી ખસેડાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા યુવાન ઉપર મોડીરાત્રીના ગામના તળાવ પાસે મારામારી કર્યા બાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત યુવાનને મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સરંભડા ગામે રહેતા સંજય ભરતભાઈ ડઢૈયા નામના ૨૮ વર્ષના કોળી યુવાનને સરંભડા ગામે તળાવ પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચી હતી અને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત હાલતમાં મેરૂભાઈ નામના વ્યક્તિ દ્વારા સંજય ડઢૈયાને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ અર્થે હળવદ પોલીસમાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.વધુમાં હુમલાના બનાવમાં ભોગ બનેલ સંજયભાઇની માતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, સંજય તેમના ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને બાદમાં પાણી વાળીને જમવા માટે તેમની ઓરડીએ રાત્રે નવેક વાગે આવ્યો હતો.અને દરમિયાનમાં તેઓ જમવા બેસતા હતા તે સમયે ગામનો અક્ષય નામનો યુવાન સંજયને બોલાવવા આવ્યો હતો જેથી સંજય તેની સાથે ગયો હતો અને બાદમાં ઉપરોક્ત બનાવ બન્યો હતો હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી અનિતાબેન ગીરીશભાઈ પટેલ નામના ૩૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે તેઓનું બાઈક અકસ્માતે ત્યાં સ્લીપ થઈ જતા ઇજા પામતા તેઓની મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવી હતી

યુવાનનું મોત

મોરબીના ટંકારા તાલુકાના હીરાપર ગામે ટીપટોપ નામના કારખાનાની અંદર રહીને મજૂરી કામ કરતા વિઠ્ઠલભાઈ નાથાભાઈ વરહાટ નામના ૪૩ વર્ષના યુવાનને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને પ્રાથમિક તપાસ બાથ ધરતી સામે આવ્યુ હતુ કે મૃતક વિઠ્ઠલભાઈને મોડી રાત્રિના પેટમાં દુખાવો ઉડ્યો હતો અને ચક્કર આવતા ટંકારા ખાતે પ્રાથમીક સારવાર માટે લઈ જવાયા બાદ તેમને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર દરમિયાન બીમારી સબબ તેઓનું મોત નિપજયુ હતું




Latest News