હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ ૧.૧૭ લાખની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીના સામાકાંઠે જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ ૧.૧૭ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર વિસ્તારમાં તુલસી પાર્કમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તેવી બાતમી મળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટીફે ત્યાં રેડ કરી હતી.ત્યારે ત્યાં જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તમામની રોકડા રૂા.૧,૧૬,૭૦૦ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે પોલીસે મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે સમર્પણ હોસ્પિટલ પાસેના તુલસી પાર્ક વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી પોલીસે ગિરીશભાઈ જીવરાજભાઈ ભોરણીયા પટેલ (ઉમર ૩૧) રહે.તુલસી પાર્ક મહેન્દ્રનગર તા.મોરબી, મુકેશભાઈ પ્રાગજીભાઈ ઠોરીયા (ઉમર ૪૦) રહે.બગથળા તા.મોરબી, યોગેશભાઇ ભીમજીભાઇ અમૃતિયા (ઉમર ૩૮) રહે.સતનામનગર છાત્રાલય રોડ મોરબી, સાગરભાઇ મહેશભાઇ કનેરિયા (ઉમર ૩૫) રહે.રામકો સોસાયટી ઘુંટુ તા.મોરબી, મહેશભાઇ ધરમશીભાઇ કાંજીયા (ઉમર ૩૯) રહે.સરદારનગર શેરી નંબર-૨ છાત્રાલય રોડ મોરબી, કોમલબેન ગિરીશભાઈ ભોરણીયા (ઉમર ૩૧) રહે. તુલસી પાર્ક સમર્પણ હોસ્પિટલ પાસે મહેન્દ્રનગર, શિલ્પાબેન હસમુખભાઈ ઉર્ફે જીગ્નેશભાઈ ઠોરીયા (ઉમર ૩૦) રહે.સતનામનગર મુનનગર પાસે મોરબી અને રીનાબેન મુકેશભાઈ ઠોરીયા (ઉમર ૪૦) રહે.બગથળા તા.મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે રોકડા રૂા.૧,૧૬,૭૦૦ સાથે આઠેયની ધરપકડ કરી તેમની સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માણેકવાડા ગામે રહેતા રિદ્ધિબેન કેશવજીભાઈ છનિયારા નામની ૨૦ વર્ષની યુવતીને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હોવાનું મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવને પગલે હોસ્પિટલ તરફથી રીધ્ધીબેનની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી પ્રમાણે રિધ્ધીબેન રિક્ષામાં બેસીને બગથળા તરફ જતા હતા ત્યારે રસ્તામાં તે રીક્ષા પલ્ટી ગઈ હતી જે અકસ્માત બનાવમાં તેણીને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.






Latest News