પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : શ્રી સજનપર પ્રા.શાળાના બાળકો પહોંચ્યા ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ


SHARE













મોરબી : શ્રી સજનપર પ્રા.શાળાના બાળકો પહોંચ્યા ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ

ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાના ધો.૫ થી ૮ ના બાળકોએ અભ્યાસના ભાગરૂપે ગામમાં જ આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી હતી જેમાં શાળાના બાળકોને ગ્રામ પંચાયતે ગામના સરપંચ રીનાબેન જાદવ તેમજ તલાટીમંત્રી રમેશભાઈ મકવાણાએ ગ્રામ પંચાયતના વિવિધ કાર્યોની માહિતી આપી હતી તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ મંડળીના ચેરમેન કેશુભાઈ રૈયાણીએ મંડળીના કાર્યો વિશે માહિતી આપી હતી તેમજ ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટના કર્મચારી અમિતભાઈએ પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યોની સમજૂતી આપી હતી તેમજ ગામના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી ડોક્ટર અને સહાયકએ બાળકોને વિવિધ પ્રાથમિક સારવાર વિશે જણાવ્યું હતું.

બધા જ બાળકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક દરેક સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને જ્ઞાનસભર માહિતી મેળવી ખૂબ જ ઉત્સાહિત થયા હતા. આ તકે શાળાના શિક્ષકો કેતનભાઈ, ડિમ્પલબેન, માયાબેન અને ભારતીબેનએ પણ બાળકોને દરેક સંસ્થાની વિગતવાર માહિતી આપી હતી.આ વિશેષ આયોજનમાં બધાના સહકાર બદલ દરેક સંસ્થાના વડાનો આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News