મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીમાં જુગાર રમતા ૧૦ જુગારી ૪.૬૬ લાખ સાથે પકડાયા: ત્રણ ફરાર


SHARE









હળવદના રણમલપુર ગામે વાડીમાં જુગાર રમતા ૧૦ જુગારી ૪.૬૬ લાખ સાથે પકડાયા: ત્રણ ફરાર

મોરબી જિલ્લા એલસીબીની ટિમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકાનાં રણમલપુર ગામની સીમમાં આવેલ વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી હતી અને સ્થળ ઉપરથી વાડીના માલિક સહિત કુલ મળીને ૧૦ જુગારી ૪.૬૬ લાખની રોકડ સાથે પકડાયેલ છે જો કે ત્રણ જુગારી નાશી ગયા હતા

મોરબી એલસીબીની ટીમે હળવદના રણમલપુર ગામે ભાવેશભાઈ પટેલની વાડીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ભાવેશભાઇ ચંદુભાઇ વરમોરા (૩૩), ત્રિશાલભાઇ જગદીશભાઇ પારજીયા (૩૧), લખમણભાઇ ધનાભાઇ ખીટ (૩૨), ચંદુલાલ સવજીભાઇ પનારા (૩૮), મહેશભાઇ હરીભાઇ ડાંગર (૩૪), મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઇ (૪૩), હીરેનભાઇ જગદીશભાઇ દવે (૪૦), ભરતભાઇ મયાભાઇ ઠુંગા (૨૬), મોન્ટુભાઇ ઘનશ્યામભાઇ કૈલા (૩૧) અને અશોકભાઇ પ્રભુભાઇ ડાંગર (૩૪) ની પોલીસે રોકડા ૪.૬૬ લાખની સાથે ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નાશી ગયેલા જુગારીઓમાં યોગેશભાઇ ઉર્ફે કનો વિનોદભાઇ વામજા રહે. રણમાલપુર,  શીવાભાઇ ઉર્ફે કાળુ કરશનભાઇ વામજા રહે. રણમાલપુર અને પ્રકારભાઇ જગદીશભાઇ દવે રહે. મહર્ષિ ટાઉનશિપ હળવદ વાળાનો સમાવેશ થાય છે અને આ જુગારીઓની પાછળથી હળવદ પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે




Latest News