મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો વોટર રોકેટ-ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો વોટર રોકેટ-ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ વર્લ્ડ સ્ટેમ રોબોટિક્સ ઓલમપેડ (WSRO) & સાયન્સ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ (STEM BOTIX) દ્વારા આયોજિત વોટર રોકેટ અને ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોવાથી હવે તે રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે

સમગ્ર રાજ્યની અટલ ટીંકરિંગ લેબ ધરાવતી શાળાઓ તેમજ અન્ય તમામ શાળાઓ મળીને કુલ ૧૮૦ શાળાઓના ૫૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી સમગ્ર રાજ્યમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયા છે. તેમજ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અને મીડિયા વિભાગમાં પ્રથમ ક્રમાંક પણ સાર્થક વિદ્યામંદિરે મેળવ્યો છે. વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્યકક્ષાએ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સાર્થક વિદ્યામંદિરની ડો. સી.વી. રામન ટીમના ડાભી ચંદ્રેશ, જગોદરા પ્રિન્સ, પરમાર શુભમ, ધરોડીયા ઓમ (૧૨-સાયન્સ) અને માર્ગદર્શક શિક્ષક- મયંકભાઈ રહ્યા છે. બીજા ક્રમે શાળાની ડો. વિક્રમ સારાભાઈ ટીમના ચાવડા અંશ, પવાર ગૌરવ, વર્મા નિલેશ, વૈષ્ણવ જૈમિત (૧૧-સાયન્સ) અને માર્ગદર્શક શિક્ષક- મયુરભાઈ રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા એપ્રિસિયેટ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક સાર્થક વિદ્યામંદિર મીડિયા કોર્નર અને સ્ટેમ બોટિક્સ બેસ્ટ ટીચર એવોર્ડ શાળાના મયુરભાઈ અને મયંકભાઈને મળ્યો છે. તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે






Latest News