ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના માથક ગામે બાળકોની જાણકારી માટે શાળામાં મોકડ્રીલ યોજાઇ


SHARE







મોરબીના માથક ગામે બાળકોની જાણકારી માટે શાળામાં મોકડ્રીલ યોજાઇ

માથક શાળામાં આપત્તિ સામે સ્વબચાવ માટે ની મોકડ્રીલ કરવામાં આવી વિદ્યાર્થીઓમાં આપત્તિ સામે સ્વરક્ષણની જાગૃતિ આવે તેમજ બીજાને પણ મદદ કરી શકે તે માટે માથક પે.સેન્ટર શાળામાં મોકડ્રીલ કરવામાં આવી.

શાળામાં આવતા વિદ્યાર્થીને આપત્તિ સામે રક્ષણ મેળવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવે તો ભવિષ્ય માં આવતી આપત્તિ સામે પોતે તેમજ બીજાને બચાવી શકે છે. વિદ્યાર્થીને ભૂકંપ વખતે મોટા પાટિયા નીચે કે ખૂણામાં ઉભો રહી જવું અથવા તો ખુલ્લા પટમાં જતા રહેવાની તાલીમ આપી. પૂર આવે તો ઉંચાણવાળા સલામત સ્થળે પાકા મકાનમાં ખસી જવું. વાવાઝોડા વખતે કાચા મકાન કે પતરાવાળા મકાન ને બદલે પાકા મકાનમાં આશરો લઈ લેવો. આગ લાગે ત્યારે પાણીની અને પાવડરની ફાયર બોટલ વિશે સમજ આપી. આગ લાગે ત્યારે પાણીની બોટલનો ઉપયોગ કરતા શીખવ્યું. જ્યારે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થાય ત્યારે પાવડર ફાયર બોટલથી તેને બંધ કરવાનો લાઈવ ડેમો આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને આપત્તિ પહેલા, આપત્તિ સમયે અને આપત્તિ બાદ માં શું ધ્યાન રાખવી તે બાબત ની સમજ આપવામાં આવી. આપત્તિ સમયે ગભરાવું નહીં, ખોટી અફવા ફેલાવી નહીં તેમજ ટીવી, રેડીયો દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવું.વિશેષ પ્રકારની શાયરન વગાડી વિધાર્થી નિશ્ચિત સ્થળે એકઠા થઇ સ્વબચાવ અંગેની મોક ડ્રીલ કરવામાં આવી.સાવચેતી એ જ સલામતી એ ન્યાયે મોકડ્રીલનું માર્ગદર્શન અને આયોજન શિક્ષક કલ્પેશભાઈ અને મનદીપભાઈએ કરેલ. આચાર્ય વાઘેલા અમરશીભાઈએ પ્રોત્સાહન આપ્યું હતું.




Latest News