ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં એક દિવસમાં સાત સાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE













મોરબીમાં એક દિવસમાં સાત સાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબીના વતની અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત, અવિરત, કાર્યરત રહેનારૂ વ્યક્તિત્વ છે.જેના હૈયે હમેંશા મોરબીનું હિત વસેલું છે.જેઓ કોઈ હોદા પર હોય કે ન હોય પણ ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં સંગઠનના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા હોય છે.

બ્રિજેશભાઈ મોરબી અને ગાંધીનગર વચ્ચે સતત આવન જાવન કરી મોરબીમાં યોજાતા સંગઠનના કાર્યક્રમો, ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં એમની હાજરી અચૂક હોય છે એમ એક દિવસમાં સાત જેટલા કાર્યક્રમો જેવા કે મોરબીના ગઢવી સમાજના અગ્રણી પ્રફુલદાન વિદેશ પ્રવાસે જવાના હોય એમના ઘરે પહોંચી શુભેચ્છા પાઠવી હતી.એવી જે રીતે મોરબી જિલ્લા ભાજપના ઉપક્રમે પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ઉજવણીના સેવા કાર્યોમાં ઊપસ્થિત રહી સેવાકાર્યના સહભાગી બન્યા હતા.તેમજ મોરબીના કબીરધામ આશ્રમ ખાતે આગામી ૩૦ મી સપ્ટેમ્બરથી શરૂ થનાર મોરારીબાપુની રામકથા અન્વયે કબીરધામ આશ્રમના મહંત શિવરામદાસ પાસેથી નિમંત્રણ સ્વીકાર્યું હતું.અને કથાના આયોજન બાબતે ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી.

ત્યારબાદ મોરબી ખાતે આનંદ પાર્ટી પ્લોટમાં વાંસજાડીયા પરિવારના સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી અને ત્યાંથી મોરબી તાલુકાના પિતૃકગામ થોરાળાના મેરજા પરિવારમાં રાંદલ ઉત્સવમાં ઉપસ્થિત રહી સગા વ્હાલા સ્નેહીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.ત્યારબાદ મોરબી ખાતે એક ખાનગી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજર રહી નવા સાહસને બિરદાવ્યું હતું.પ્રતિવર્ષ મોરબીથી સુરેશભાઈ નાયકપરાના આયોજન હેઠળ અંબાજીનો પદયાત્રા સંઘ નીકળતો હોય છે આ વર્ષે આવી ૨૫ મી પદયાત્રાના પ્રસ્થાન વખતે  પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.આમ દિવસ દરમ્યાન સાત જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓ, શુભચિંતકોનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News