મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા મયુરનગરી કા રાજા અને ખારીવાડીમાં આયોજન


SHARE









મોરબીના લખધીરવાસમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા મયુરનગરી કા રાજા અને ખારીવાડીમાં આયોજન

મોરબીમાં એસ.પી રોડ પર પ્રભુરત પાર્ટી પ્લોટ સામે પટેલ યુવા ગ્રુપ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા.૧૯ સપ્ટેમ્બરના અને સમાપન તા.૨૮ સપ્ટેમ્બરના થશે.આ દરમિયાન દરરોજ સાંજે પહેલી આરતી ૭ અને બીજી આરતી ૯ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને 'મયુરનગરી કા રાજા' ગણેશ મહોત્સવમાં લાભ લેવા ગણેશ મહોત્સવના આયોજક પટેલ યુવા ગ્રુપએ નિમંત્રણ પાઠવ્યું છે.

ખારીવાડી યુવા મીત્ર મંડળ દ્વારા આયોજીત ખારીવાડી કા રાજા

શ્રી ખારીવાડી યુવા મીત્ર મંડળ દ્વારા આયોજીત ખારીવાડી કા રાજા-ર૦ર૩ ગણપતિ મહોત્સવનુ ભવ્યાતી ભવ્ય આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલ છે.જેથી સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા તેમજ દર્શનનો લાભ લેવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ધાર્મિક પ્રદર્શન યોજાશે.દરોજ રાત્રે ૯:૩૦ ક્લાકે ભીડભંજન હનુમાનજીનું મંદિર બાયપાસ ચોક્ડીની બાજુમાં, નાની વાવડી રોડ મોરબી ખાતે આયોજન કરાયુ હોય મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

પરશુરામ ધામ દ્વારા સિલાઈ મશીન

મોરબી પરશુરામ ધામ દ્વારા સિલાઈ મશીન નવું આખા આટાનું બ્રહ્મ સમાજના જે બહેનોને જરૂરિયાત હોય તેમણે ચેતનાબેન જોષી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ તથા ભુપતભાઈ પંડ્યા પ્રમુખ શ્રી પરશુરામ ધામ-મોરબી નો સંપર્ક કરવાનો રબેશે.સિલાઈ મશીન માટે રૂપિયા ૨૫૦૦ રોકડા જમા કરાવવાના રહેશે અને ત્યારબાદ રૂા.૫૦૦ ના ૧૦ હપ્તા એમ કુલ ૭૫૦૦ રૂપિયા આપવાના રહેશે.જેથી રસ ધરાવનાર બ્રાહ્મણ પરિવારના બહેનોએ સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News