મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી એલસીબી-તાલુકા પોલીસે લોકોના પડી કે ખોવાઈ ગયેલા ૬૬ મોબાઈલ ફોન શોધી કાઢ્યા


SHARE













મોરબી એલસીબી-તાલુકા પોલીસે લોકોના પડી કે ખોવાઈ ગયેલા ૬૬ મોબાઈલ ફોન શોધી કાઢ્યા

મોરબી શહેર અને જીલ્લામાં લોકોના પડી ગયેલ કે પછી ખોવાયેલ મોબાઇલ ફોનની અરજીઓ આવી હતી જેના આધારે મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસે મોબાઈલ શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને છેલ્લા દિવસોમાં ૬૬ નંગ મોબાઈલ ફોન શોધી કાઢેલ છે અને આમ ૧૦,૫૫,૦૪૧ ના મોબાઇલ ફોન શોધીને મૂળ મલીકને આપેલ છે

મોરબીમાં લોકોના કિંમતી મોબાઇલ ફોન ચાલુ વાહન પડી ગયેલ હોય કે પછી પબ્લીક ટ્રાન્સપોટેશનમાં ભુલાઇ ગયેલ હોય કે કોઇ ચિજ વસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલ હોય તેવિ અરજીઓ મળી હતી જેના આધારે પોલીસે મોબાઇલને શોધવા માટે ટેકનિકલ ટીમને કામે લગાડી હતી અને છેલ્લા દિવસોમાં મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ માધ્યમ તથા ફિલ્ડવર્કથી લોકોના અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ કે જેમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા ૨૪ નંગ મોબાઇલ ફોન જેની કિંમત ૩,૬૦,૦૦૦ તથા મોરબી એલ.સી.બી. દ્વારા ૪૨ નંગ મોબાઇલ ફોન જેની કિંમત ૬,૯૫,૦૪૧ ના મળી કુલ ૬૬ નંગ મોબાઇલ ફોન જેની કુલ કિંમત ૧૦,૫૫,૦૪૧ ના મોબાઇલ ફોન શોધીને મૂળ મલીકને પરત આપેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ અને તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ કરવામાં આવી હતી






Latest News