મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રંગપરના વતની અને સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત ફિલ્મ પ્રેમ સગાઈનું પોસ્ટર સાંસદ કેસરીસિંહ ઝાલા દ્રારા લોન્ચ કરાયુ


SHARE













મોરબીના રંગપરના વતની અને સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત ફિલ્મ પ્રેમ સગાઈનું પોસ્ટર સાંસદ કેસરીસિંહ ઝાલા દ્રારા લોન્ચ કરાયુ

નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા ઝાલા (વધાસિયા) વાંકાનેર રાજપૂત સમાજ આગેવાન અને તરૂણભાઈ નાગદા દ્વારા વાંકાનેર યુવરાજ અને રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલાનું સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ.આ તકે ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત પ્રેમ સગાઈ ફિલ્મનું પોસ્ટર સાંસદ કેસરીસિંહ ઝાલા દ્રારા લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મને સમગ્ર ભારતમાં સારો પ્રતિસાદ મળે તેવી સાંસદ કેસરીસિંહ ઝાલાએ શુભેચ્છા પાઠવેલ છે.મોરબીના રંગપર ગામના વતની અને સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા વર્ષોથી રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ નારાયણ સેવા સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓ આ ફિલ્મના નિર્માણ બાદ તે ફિલ્મમાંથી જે કોઈ આવક થશે તેને વિકલાંગો માટે વાપરશે તે બાબતે તેઓએ જાહેરાત કરેલી હોય આ ફિલ્મને વધુને વધુ સફળતા મળે તેવી સાંસદ કેસરીદેવ ઝાલાએ કામના વ્યક્ત કરી હતી






Latest News