મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની ખાસ દુઆ કરવામાં આવી મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ  મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

મોરબીમાં રવાપર ગામે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન  કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૩ થી આ કથા શરૂ થશે અને તા ૨૯ ના રોજ તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

મોરબીના રવાપર ગામે સ્વ. બેચરભાઈ નારણભાઈ ચાડમીયા એવમ્ સર્વે પિતૃઓના મોક્ષાર્થે ચાડમીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપરથી પ્રખરવકતા મહામંડલેશ્વર ઘ્યાનયોગી પ.પૂ. અવધકિશોરદાસ રામાયણી લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે અને કથા દરમિયાન તા. ૨૩ ના રોજ સવારે ૮ વાગ્યે નરસંગ ટેકરી મંદિરથી ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા નીકળશે ત્યાર બાદ કથા શરૂ થશે તા. ૨૪ રોજ વરાહ ભગવાન અને કપિલ ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૫ ના રોજ નૃસિંહ ભગવાન અને બાવન ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૬ ના રોજ ભગવાન શ્રીરામની પ્રાગટય કથા અને સાંજે ૬ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા.૨૭ ના રોજ ગોવર્ધન પૂજન અને મહારાસની કથા, તા. ૨૮ ના રોજ રૂકિમણીના વિવાહ, તા. ૨૯ ના સુદામા ચરિત્ર સંભળાવવામાં આવશે અને દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કથાનો લાભ લેવા માટે ચાડમીયા પરિવાર દ્વારા નગરજનોને આમંત્રણ આપવામાં આવેલ છે




Latest News