મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના ઉપપ્રમુખ પદે મોરબી દિલાવરસિંહ જાડેજાની વરણી


SHARE













ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના ઉપપ્રમુખ પદે મોરબી દિલાવરસિંહ જાડેજાની વરણી

આઝાદી પૂર્વે વર્ષ ૧૯૪૫ થી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદન સંધ ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો (ઈસ્મા) ની ૪૭ મી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં મુંબઈ ખાતે મળી હતી જેમાં પ્રવર્તમાન પ્રમુખ બી.સી. રાવલ અને માનદ મંત્રી પી.આર. ધ્રુવ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું

આ વાર્ષિક સામાન્ય સભામાં દેશના અગ્રણી મીઠા ઉત્પાદકોની ૮૮ ટકા હાજરીમાં સંસ્થાની કાર્યવાહીનો અહેવાલ અને હિસાબી સરવૈયું આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈસ્માની આગામી વર્ષ ૨૦૨૩-૨૫ ની બે વર્ષની મુદત માટે સંસ્થાના હોદેદારોની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ સી. રાવલ, ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ કાનગડ તેમજ મોરબી-માળિયાના મીઠા ઉદ્યોગના આગેવાન દિલાવરસિંહ જાડેજા (જયદીપ ગ્રૂપ)ની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તો માનદ મંત્રી તરીકે પર્વીશભાઈ આર. ધ્રુવ, સહમંત્રી તરીકે પરાગભાઈ શેઠ અને ખજાનચી તરીકે શામજીભાઈ તેજાભાઈ આહીરની વરણી કરવામાં આવેલ છે અને તેની સાથોસાથ કમિટી મેમ્બરની પણ વરણી કરવામાં આવેલ છે






Latest News