મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જુના દેવડીયા અને વાંકીયા ગામે ખેતરમાં ઝેરી દવાની અસર થતા બે યુવાનો સારવારમાં, એક ને રાજકોટ ખસેડાયો


SHARE





મોરબીના જુના દેવડીયા અને વાંકીયા ગામે ખેતરમાં ઝેરી દવાની અસર થતા બે યુવાનો સારવારમાં, એક ને રાજકોટ ખસેડાયો

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુદાજુદા બે ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી દવાની અસર થવાના બનાવ બન્યા હતા.જેમાં બે યુવાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એક યુવાને હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવેલા તિરિયાભાઈ અમથાલાલ પાડવી (ઉંમર ૨૦) રહે.વાંકીયા કરશનભાઈની વાડીએ તા.હળવદ વાળો ખળમાં છાંટવાની દવા પી ગયો હોય તેને મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે હળવદ તાલુકાના જ જુના દેવડીયા ગામે ગોરધનભાઈ લક્ષ્મણભાઈની વાડીએ ઝેરી દવાની અસર થતા મહેન્દ્રભાઇ ટેટાભાઈ રાઠવા જાતે આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરીયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમીક પુછપરછમાં સામે આવ્યું હતું કે મહેન્દ્રભાઈ રાઠવા ખેતરમાં કપાસમાં દવા છાંટી રહ્યા હતા અને દવા વાળા ગ્લાસમાં ભૂલથી પોતે પાણી પી જતાં તેને અસર થઈ હતી.જેના લીધે તેને સારવાર માટે મોરબી લવાયો હતો.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના ૫૦ વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.મારામારીનો બીજો બનાવ મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં શુભમ પ્રકાશભાઇ શર્મા (ઉમર ૨૩) ને સમયના ગેઇટ પાસે શનાળા રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના નાની બજાર વિસ્તારમાં આવેલ ચૌહાણ શેરી વિસ્તારમાં રહેતા સાહિસ્તાબેન મકસુદભાઈ બ્લોચ નામની ૨૨ વર્ષની મહિલાએ તેના ઘરે ફિનાઇલ પી લીધું હતું.જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો અઢી વર્ષનું હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતપ કે દિકરી સતત રડતી હોય તે બાબતનું મનમાં લાગી આવતા સાહિસ્તાબેને ઉપરોક્ત પગલુ ભરી લીધું હતું તેમ પોલિસસૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા અશ્વિનભાઈ રમેશભાઈ દવે નામના ૨૩ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે બનાવ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બન્યો હોય ત્યાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ સ્ટેશનના વી.કે.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરાવી હતી.




Latest News