મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીમાં એક ની ધરપકડ


SHARE













મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીમાં એક ની ધરપકડ

મોરબી નજીકના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઈબાબા ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઇબાબા ચોક પાસે રહેતા મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૩૦) એ નીતિન મહેશભાઈ સોલંકી સહિત બેની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૯૧૧૩ લઈને પોતાના ઘરથી કાકાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી પોતાના કબજા વાળી ઇકો ગાડી લઈને ત્યાં ફરિયાદીના મોટરસાયકલ પાસે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરી હતી અને બંને આરોપીએ ફરિયાદીના ઘર પાસે લોખંડના પાઇપ એઅને બેઝબોલના ધોકા વડે ફરીયાદીના ઘર પાસે ઉભેલ ફરિયાદી તથા તેની માતા હંસાબેન (૫૦)ને માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં, માથામાં અને વાસાના ભાગે માર માર્યો હતો અને તેની માતાને ડાબા હાથના પંજામાં આંગળી પાસે ધોકો મળીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે આરોપી નીતિન મહેશભાઈ સોલંકી (૨૧) રહે. ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે શનાળા વાળાની પીએસઆઈ પાતાળિતા અને તેની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાને સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ કરીને તેના પરિવારને સોપવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

વીસીપરામાં થયેલ મારામારીના બનાવમાં ત્રણની ધરપકડ

મોરબીના વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન મારામારીનો એક બનાવ બન્યો હતો જેમાં સંજય ચતુરભાઈ ઈટોદરા નામના યુવાનને માર મારવામાં આવ્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ત્રણ સામે બી ડુવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂના મનદુ:ખમાં સંજય ઇટોદરા ઉપર લાકડી-પાઇપ વડે હુમલો કરીને તેને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે અંગે નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણા દ્વારા વિષ્ણુ ટપુ જાસોલીયા (૩૯), ભરત ટપુ જાસોલીયા (૩૬) અને શની ટપુ જાસોલીયા (૨૫) રહે.ત્રણેય જૂની જેલ પાસે વીસીપરા મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News