મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી પ્રાથમિક સારવાર આપીને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની સાવન અમુભાઈ કોળી નામના ૧૯ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ બાબતની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક નોંધ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં પરણીતાને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસ પરામાં રહેતા મીનાબેન કિશનભાઇ ધોળકિયા નામના ૨૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા તપાસ માટે હોસ્પિટલે પહોંચ્યા હતા અને તપાસ કરતા સામે આવ્યું હતું કે, મીનાબેનને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી સારવારમાં ખસેડાયા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની બાબતે પતિ સાથે ઝઘડો થયો હોય તે બાબતને લઈને પતિ દ્વારા મીનાબેનને માર મારવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર દ્રારા ફરીયાદ અરજી આપવામાં આવતા હાલ આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચાલુ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર કાંતુભાઈ મંગલિયાભાઈ ભુરીયા (ઉમર ૪૫) રહે.સીસમ સીરામીક પાસે પીપળી રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે જે તે સમયે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી હતી.

 






Latest News