મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ: ન્યુ એરા ગ્લોબલ સ્કુલનો દેશની ૧૫ પ્રતિષ્ઠિત શાળાઓમાં સમાવેશ


SHARE













મોરબીનું ગૌરવ: ન્યુ એરા ગ્લોબલ સ્કુલનો દેશની ૧૫ પ્રતિષ્ઠિત શાળાઓમાં સમાવેશ

મોરબીના રવાપર ગામથી આગળના ભાગમાં ઘુનડા રોડે આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કુલ આવેલ છે ત્યાં બાળકોને આપવામાં આવતા શિક્ષણ, મૂલ્યો અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્તરે બે એવોર્ડ મળ્યા છે અને આ શાળાનો હાલમાં દેશની ૧૫ પ્રતિષ્ઠિત શાળાઓમાં સમાવેશ થાય છે જે મોરબી માટે ગૌરવ સમાન છે

મોરબી માત્ર સિરામિક કે પેપર મિલના ક્ષેત્રમાં જ દેશમાં ડંકા વગાડે છે તેવું નથી પરંતુ હવે શિક્ષક ક્ષેત્રે પણ મોરબીના ડંકા દેશમાં વાગવા લાગેલ છે તાજેતરમાં ભારતભરમાંથી અનેક નામાંકિત શાળાઓએ પોતાના નામ નોંધાવ્યા હતા. જેમાંથી પસંદગી સમિતિએ આ પુરસ્કાર માટે કુલ ૧૫  શાળાઓની પસંદગી કરી હતી. અને નવી દિલ્હી ખાતે ભારત સરકારના મંત્રીઓ, સાંસદો , કેબિનેટ સચિવો, અધ્યક્ષ CBSE, IIT & IIM, ફેકલ્ટીઝ, અને ઘણા મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ ભવ્ય સમારોહમાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલને શિક્ષણમાં નવીનતા, સ્પર્ધાત્મક યુગમાં બાળકોને તૈયાર કરવા અને ભારતીય સંસ્કૃતિ મુજબ નૈતિક મૂલ્યો સાથે સર્વાંગી વિકાસ કરવા બદલ શ્રેસ્ઠ શાળાનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો આ સાથે શાળાના ટ્રસ્ટી હાર્દિક પાડલીયાને પણ તેમના કાર્યક્ષમ વહીવટ, ઉત્તમ માર્ગદર્શન અને શૈક્ષણિક ક્ષેત્રે સફળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને ઇનોવેટિવ લીડરશિપ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો આમ શાળાકીય અને વ્યક્તિગત બે એવાર્ડ મેળવી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ રાષ્ટ્રીય સ્તરે મોરબીનો શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડયો છે






Latest News