મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બમણી રકમ ચૂકવવા કર્યો આદેશ: એક વર્ષની સજા


SHARE













મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બમણી રકમ ચૂકવવા કર્યો આદેશ: એક વર્ષની સજા

મોરબીમાં આંખની ઓળખાણ કે પછી સબંધમાં ઘણી વખત મોટી રકમ આપવામાં આવે છે ત્યાર બાદ પૈસા પાછા ન આવે તેવી ઘણી વખત બને છે આવું જ બન્યું હતું જેમાં મોરબીમાં રહેતા વ્યક્તિએ તેના સગાને સંબંધના નાતે ધંધામાં જરૂરિયાત પડી હતી ત્યારે ૨૦ લાખ ઉછીના આપ્યા હતા જેની સામે આરોપીએ ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતાં તેનો કેસ થયો હતો અને તેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમ ચૂકવવા આદેશ કરેલ છે

મોરબીના રહેવાસી કાંતિલાલ છગનલાલ કોટડીયાએ તેમના સગા આરોપી હિતેશ કેશવજી કામરીયાને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી ૨૦ લાખ આપ્યા હતા અને વગર વ્યાજે રૂપિયા આપેલ હતા જેની સામે આરોપીએ સિક્યુરીટી માટે આપેલ ચેક કાંતિલાલ કોટડીયાએ બેંકમાં જમા કરાવ્યો હતો જો કે, રૂપિયા ન હોવાથી તે રિટર્ન થયો હતો ત્યાર બાદ ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે મોરબીના મહે. બીજા એડી.ચીફ.જ્યુડી. મેજી. ડી.કે. ચંદનાની સાહેબની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપી હિતેશ કેશવજી કામરીયાને એક વર્ષની સજા અને બમણી રકમ એટ્લે કે ૪૦ લાખનો દંડ અને ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકાવવા આદેશ કરેલ છે અને જો દંડ ન ભારે તો વધુ ૯૦ દિવસની સજાનો આદેશ કરેલ છે આ કેસમાં ફરિયાદી પક્ષે મોરબીના વકીલ હિરલ આર. નાયક, નિશા એલ. વડસોલા અને પી.કે.કાટિયા રોકાયેલ હતા.






Latest News