હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન કૌભાંડમાં પત્રકારને બદનામ કરતા સમાચાર સામે કલેકટર-એસપીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ


SHARE













મોરબીમાં જમીન કૌભાંડમાં પત્રકારને બદનામ કરતા સમાચાર સામે કલેકટર-એસપીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ

તાજેતરમાં મોરબીમાં જમીન કૌભાંડ અને તોડની માહિતી સામે આવી રહી છે અને અલગ અલગ સમાચાર પોર્ટલમાં સમાચાર પણ આવ્યા  હતા જેમાંથી કેટલાક પોર્ટલમાં અધિકારી, રાજકારણી અને પત્રકાર દ્વારા જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને તોડ થયેલ છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આ મુદે મોરબીના અલગ અલગ મિડીયા સંસ્થાઓના પત્રકારોએ જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને આ મુદે તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરીને દોષિતોની સામે પગલા લેવાની માંગણી કરી છે.

મોરબીમાં અવાર નવાર અલગ અલગ કૌભાંડ અને તોડના સમાચાર સામે આવતા હોય છે તેવામાં તાજેતરમાં જુદાજુદા સોશિયલ મીડિયામાં સમાચાર આવ્યા હતા.જેમાં મોરબીમાં રાજકારણી, અધિકારી અને પત્રકાર દ્વારા આચરવામાં આવેલ કથીત જમીન કૌભાંડ અને તેના ઉપર ઢાંકપીછોડો કરવા પત્રકાર દ્રારા કરાયેલ તોડને લઈને જે માહિતી સામે આવી રહી છે અને તેની ચર્ચા ઠેરઠેર કરવામાં આવી રહી છે. જેથી કરીને મોરબીમાં વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા તટસ્થ અને બેદાગ પત્રકારોની સામે પણ લોકો શંકાની નજરે જુએ  છે.ત્યારે આ જમીન કૌભાંડ અને તોડકાંડના મૂળ સુધી જઈને જે કોઈપણ આ બાબતમાં સંડોવાયેલ હોય તે તમામની સામે કાયદેસરની અને નોંધપાત્ર કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

આ ઘટનામાં અધિકારી, રાજકારણી અને પત્રકારની સંડોવણી હોવાનું લખાઇ અને ચર્ચાઇ રહ્યું છે ત્યારે તેના મૂળ સુધી પહોંચવા માટે કલેક્ટર અને એસપી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવે અને જે સત્ય હોય તેને બહાર લાવવામાં આવે તે અનિવાર્ય છે. ખરેખર જમીન કૌભાંડ શું છે ?, જમીન કૌભાંડ ક્યાં થયું છે ?, જમીન કૌભાંડ કેવી રીતે થયું છે ?, કયા રાજકારણી ?, કયા મીડિયાકર્મી ?, કયા પત્રકાર ? અને કયા અધિકારી આમાં સંડોવાયેલા છે ? આ તમામ બાબતો સમાજમાં નિષ્પક્ષ તપાસના અંતે ઉજાગર થાય તેવી પત્રકારોએ આ મુદ્દે જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે.

જો ૧૫ દિવસમાં આ બાબતે અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સુધી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેવી ચિમકી પણ અંતમાં ઉચ્ચારવામાં આવી હતી. આ તકે પ્રવિણભાઇ વ્યાસ, સુરેશભાઇ ગૌસ્વામી, જીજ્ઞેશભાઇ ભટ્ટ, હિમાંશુભાઇ ભટ્ટ, હરનીશભાઇ જોષી, રાજેશભાઇ અંબાલીયા, નિલેશભાઇ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, કિશનભાઇ પરમાર, રવિભાઇ બરાસરા, વિપુલભાઇ પ્રજાપતી, પરેશભાઇ પારીયા, મિલનભાઇ નાનક, દેવભાઇ સનારીયા, ધવલભાઇ ત્રિવેદી, અલ્પેશભાઇ ગોસ્વામી, ધર્મેન્દ્રભાઇ વ્યાસ અને સન્નીભાઇ વ્યાસ વિગેરે હાજર રહ્યા હતા.






Latest News