મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આશ્રમે દર્શન કરવા ગયેલ યુવાનને ગાળો આપીને માર માર્યો


SHARE













મોરબીમાં આશ્રમે દર્શન કરવા ગયેલ યુવાનને ગાળો આપીને માર માર્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે સૂરદાસ બાપુની સમાધિના દર્શન કરવા માટે આવેલા યુવાનને બહાર જવા માટે થઈને કહ્યું હતું અને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના રોડ ઉપર ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટીની પાસે અંબિકા સોસાયટીમાં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા સત્યજીતભાઈ ગોવિંદભાઈ માંડલ જાતે અનુ. જાતી (૩૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ મગનભાઇ ટીડાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા૨૬-૯ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘુટુ રોડ ઉપર સિરામિકની સામે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે સૂરદાસ બાપુના આશ્રમમાં દર્શન કરવા માટે થઈને ગયેલ ત્યારે ત્રાજપર વાળા રમેશભાઈ મગનભાઈ ટીડાણિએ આશ્રમમાંથી બહાર જવા માટે કહ્યું હતું જેથી કરીને આશ્રમે હું મારા ગુરુ સૂરદાસ બાપુની સમાધિના દર્શન કરવા માટે આવેલ છું તેવું યુવાને કહ્યું હતું જેથી રમેશભાઈએ કહ્યું કે, “અહીં તારે આવવું નહીં તેમ કહીને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે તેને માર્યો હતો” જેથી કરીને યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારના સેવંટાબાઈ ભિમસિંગ ભિરવાલ નામની ૨૧ વર્ષીય મહિલાને વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

 
યુવાન સારવારમાં ખસેડાયો
મોરબીના સામાકાંઠે નઝરબાગ નજીક આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્ર જયેશભાઈ મકવાણા નામના ૨૮ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોવાનું બી ડિવિઝન પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મકવાણાએ પોતાની જાતે પોતાના ડાબા હાથે તથા પેટના ભાગે છરી મારી દેતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસમાં હોસ્પીટલ દ્રારા જાણ કરાતા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News