મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

કોકડું ગુંચવાયું: મોરબી જિલ્લા પંચાયતની નવમાંથી માત્ર બે જ સમિતિની રચના


SHARE













કોકડું ગુંચવાયું: મોરબી જિલ્લા પંચાયતની નવમાંથી માત્ર બે જ સમિતિની રચના

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતની નવમાંથી માત્ર બે જ સમિતિની રચના કરવામાં આવેલ છે અને આગામી સમયમાં બાકીની સમિતિની રચના કરવામાં આવશે તેવુ પ્રમુખે જણાવ્યુ છે તો મોરબી માળીયાના ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા દર મહિને જિલ્લા અને તાલુકા પંચાયતના સંકલન માટે બેઠકનું આયોજન કરવામાં આવશે

મોરબી જીલ્લા પંચાયતના સભા ખંડમાં જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે છેલ્લી સામાન્ય સભાની બેઠકમાં કરવામાં આવેલા ઠરાવોઅમલવારી અને નોંધને બહાલી આપવાનો એજન્ડા લેવામાં આવ્યો હતો જેમાં સ્વભંડોળની ગ્રાન્ટમાં આયોજનમાં રકમ વધી ગયેલ હોવાથી વિપક્ષે વિરોધ કરેલ હતો ત્યારે બહુમતિથી તેને બહાલી આપવામાં આવી હતી ત્યાર બાદ જીલ્લા પંચાયતની જુદીજુદી કમિટીઓની રચના કરવા માટેનો એજન્ડા આવેલ હતો જેમાં મોરબી જીલા પંચાયતની કુલ મળીને નવ સમિતિમાંથી માત્ર બે જ સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે જો કે, બાકીની સાત સમિતિની હાલમાં રચના કરવામાં આવેલ નથી જેથી કરીને કયાંકને કયાંક કોકડું ગૂચાવાયું હોવાની ચર્ચા ચાલી રહી છે આ સભામાં  ચન્દ્રયાનના સફળ લેંડિંગ અને નારી શક્તિ વંદના બિલ માટે સરકારને અભિનંદનના બે ઠરાવ પણ કરવામાં આવેલ હતા આ બેઠક બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પ્રકાશભાઈ વરમોરા આવ્યા હતા ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા તેમજ ઉપપ્રમુખ જયુભા જાડેજા સહિતનાઓની હાજરીમાં આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સંકલન જળવાઈ રહે તે માટે દર મહિને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોને સાથે રાખી સંકલન સમિતિની બેઠક યોજાશે






Latest News