મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, ખોટા નામ કેમ આપે છે કહીને હળવદના નવા અમરાપરમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, ખોટા નામ કેમ આપે છે કહીને હળવદના નવા અમરાપરમાં યુવાન ઉપર છરી વડે હુમલો

હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા યુવાનના ઘરે આવીને એક શખ્સે “મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી. તું મારા ખોટા નામ કેમ આપે છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરી તેને ગળાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા રાજુભાઈ મેરૂભાઈ બાલાસણીયા જાતે અનુ. જાતી (૨૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિશન ચંપકભાઈ બાલાસણીયા રહે. ઘનશ્યામગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપીએ ફરિયાદીના ઘરે આવીને મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી તું મારા ખોટા નામ કેમ આપે છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીએ પોતાના હાથમાં રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં રાજુભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૪૫૨ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News