મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના એસટી ડેપોમાં એસટીની ખાનગી વોલ્વો બસમાં આગ લગતા દોડધામ


SHARE













મોરબીના એસટી ડેપોમાં એસટીની ખાનગી વોલ્વો બસમાં આગ લગતા દોડધામ

મોરબીના શનાળા રોડે આવેલા નવા બસ સ્ટેન્ડમાં એસટીની ખાનગી વોલ્વો બસ સર્વિસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી ત્યારે કોઈ કારણોસર તેમાં આગ લાગુ હતી જેથી કરીને આગમી ઝપેટમાં આવી ગયેલ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, કોઈને ઇજા કે પછી જાનહાનિ થયેલ નથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલા નવા બસ સ્ટેન્ડમાં સર્વિસ સ્ટેશનમાં ખાનગી વોલ્વોની બસ નંબર જીજે ૭ વાયઝેડ ૭૧૭૪ પાર્ક કરીને મૂકી હતી જે બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી મોરબી પાલિકાના ફાયર વિભાગને તે બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગની ઝપેટમાં આવી ગયેલ બસમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો બે ફાયર ફાઇટરથી શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં તે બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ હતી અને વધુમાં એસટી વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ વોલ્વો બસ આજે સાંજે સાત વાગ્યે મોરબીથી નાથદ્વારા જવા માટે રવાના થવાની હતી તે પહેલા જ બસ સ્ટેશનમાં કોઈ કારણોસર બસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે, બસનો ડ્રાઈવર સમયસર નીચે ઉતારી જતાં તેનો જીવ માંડમાંડ બચ્યો હતો હાલમાં કોઈને ઇજા પણ થયેલ નથી અને કોઈ જાનહાનિ પણ નથી જો કે, રાતના સમયે ચાલુ બસે જો આવી ઘટના બની હોય તો મોટી દુર્ઘટના બની ગઈ હોત તેવું એસટીના સ્તફમાં ચર્ચાઇ રહ્યું હતું






Latest News