મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્રને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ એનાયત


SHARE













મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્રને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ એનાયત

આરોગ્ય સેવાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા યુક્ત છે કે નહીં તે અંગે ભારત સરકારના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ISQua ( ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર ) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે. તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ ૨૫૦ માપદંડો અને ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણી કરી અને તેમાં ૭૦% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. ત્યારે સરકારની ઇન્સ્પેકશન ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ૬ વિભાગોના કુલ ૨૫૦ માપદંડોના ૧૩૬૪ મુદ્દાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં  ૮૧.૨૦ % ગુણ સાથે ઉતીર્ણ થયેલ છે જેથી તે કેન્દ્રને ઇન્ટરનેશનલ લેવલની ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ આપતી આરોગ્ય સંસ્થાનું બહુમાન સર્ટિફિકેટ આપીને આપવામાં આવ્યું છે






Latest News