મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે ડમ્પરના ચાલકે બે કારને ઠોકર મારીને રસ્તા ઉપર પડી ગયેલા બાઇક ચાલકને કચડી નાખતા યુવાનનું મોત


SHARE













મોરબીના જાંબુડિયા પાસે ડમ્પરના ચાલકે બે કારને ઠોકર મારીને રસ્તા ઉપર પડી ગયેલા બાઇક ચાલકને કચડી નાખતા યુવાનનું મોત

મોરબીના જાંબુડિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે બે કાર અને એક બાઈકને હડફેટે લીધા હતા ત્યારે બાઇક ઉપર જઇ રહેલા યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાશી ગયો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડે નજરબાગ પાસે રહેતા રવિભાઈ દેવસીભાઈ પરમાર (૨૯)ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના બનેવીએ ફોન કરીને તેને જણાવ્યુ હતું કે, મોટા ભાઈ મહેશભાઈ દેવશીભાઈ પરમાર (૩૯) નો જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયેલ છે જેથી રવિભાઈ પરમાર તુરંત ત્યાં ગયા હતા ત્યારે સ્થળ ઉપર ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના આગળના ડાબી બાજુના ટાયર પાસે મહેશભાઈનો મૃતદેહ પડ્યો હતો અને ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો જો કે, ડમ્પરના ચાલકે ફરિયાદીના ભાઈના બાઈક જીજે ૧૩ બીસી ૬૦૦૧ ઉપરાંત એક ઈનોવા કાર જીજે ૧ એચઆર ૮૯૮૮ અને ટાટા અલ્ટોઝ કાર જીજે ૩૬ એએફ ૪૪૬૫ ને હડફેટે લીધી હતી જેમાં પણ નુકશાન થયેલ છે ત્યારે કારના ચાલક વિવેકભાઈ જયંતીભાઈ ગઢિયાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેની ઈનોવા કારની આગળ મહેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતા બીજા બાઈક સાથે તેનું બાઈક સહેજ અડી જતા બેલેન્સ ન રહેતા મહેશભાઈ બાઈક સહીત પડી ગયા હતા માટે તેઓએ કારને બ્રેક કરી હતી ત્યારે પાછળ આવતી અલ્ટ્રોઝ કારના ચાલકે પણ બ્રેક મારી હતી જો કે, તેની પાછળ આવી રહેલા ડમ્પરના ચાલકે બંને કારને પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ બાઈક સહીત નીચે પડેલા મહેશભાઈ પર ડમ્પરનું ટાયર ફેરવી દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News