મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા
SHARE
મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા
મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા. આ તકે સરપં હંસાબેન રમેશભાઈ કણસાગરા, નરસંગભાઇ છૈયા, વિપુલભાઈ પારીયા, જ્યોતિ રાઠોડ, જાગૃતિ ચાવડા, તલાટી કમ મંત્રી સાગર વરસડા, ગ્રામ પંચાયતના સભ્ય અનિલભાઈ, શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો વગેરે મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.