મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ: પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાને યુવતીની માતા સહિત ચાર વ્યક્તિએ માર મારીને પગ ભાંગી નાખ્યા


SHARE









હળવદ: પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાને યુવતીની માતા સહિત ચાર વ્યક્તિએ માર મારીને પગ ભાંગી નાખ્યા

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા યુવાનને તે જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ છે અને હાલમાં તે બંને ભાગી ગયા છે જેથી કરીને પ્રેમલગ્ન બાબતનો ખર રાખીને યુવતીની માતા સહિત ચાર વ્યક્તિ દ્વારા યુવનના ઘરે જઈને યુવાનના પિતાને લોખંડના પાઇપ વડે બંને પગમાં માર મારીને બંને પગ ભાંગી નાખવામાં આવેલ છે જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓએ સારવાર લીધા બાદ હાલમાં પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાએ બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા અને ખેતી કામ કરતાં ગોરધનભાઈ કરસનભાઈ પરમાર જાતે ખવાસ રજપૂત (૫૦)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ઉર્ફે કારો ભુપતભાઈ ડોડીયા રહે. જુના માલણીયાદ, ચકુબેન ધીરુભાઈ ભાટિયા રહે. નવા માલણીયા, ચકુબેનના માતા દેવુબેન રહે. માલણીયા તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા કલ્પેશને આરોપી ચકુબેનની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તેણે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંને ભાગી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના ઘરે આવ્યા હતા અને લોખંડના પાઇપ વડે ફરિયાદીને બંને પગ ઉપર માર મારીને તથા પીઠના ભાગે માર માર્યો હતો અને હાલમાં ફરિયાદીના બંને પગ ભાગી નાખતા ફ્રેક્ચર થઈ ગયેલ છે તથા મુંઢ માર મારીને ઇજા કરેલ છે તેમજ વિજયભાઈ અને ચકુબેને યુવકના પિતાને કહ્યું હતું કે હજુ તો માર મારેલ છે પણ અમારી દીકરી પાછી નહીં આપો તો તમારા આખા ઘરને જાનથી મારી નાખશું તેવી ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતીની માતા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News