ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પ્રાચીન શક્તિ ચોક ગરબીનો અંગારા રાસ રજુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર: ધારાસભ્ય પણ થયા પ્રભાવિત


SHARE







મોરબીની પ્રાચીન શક્તિ ચોક ગરબીનો અંગારા રાસ રજુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર: ધારાસભ્ય પણ થયા પ્રભાવિત

મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષોથી પ્રાચીન ગરબી કરવામાં આવે છે જેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા લોકો સમક્ષ બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજુ કરવામાં આવે છે જે રાસ ગરબા જોવા માટે લોકો ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેની સમક્ષ બાળાઓ દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવતા હોય છે જેમા આ વખતે મોરબીમાં પ્રથમ વખત બાળાઓ દ્વારા અંગારા રાસ રજુ કરવામાં આવ્યો હતો

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા ૪૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં માત્ર હિન્દુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે જેમા આ વખતે મોરબીમાં પ્રથમ વખત બાળાઓ દ્વારા મસાલ-અંગારા રાસ રજુ કરવામાં આવ્યો હતો જે જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા પણ તેના પત્ની જ્યોત્સનાબેન સાથે હાજર રહ્યા હતા અનો દિકરીઓની મહેનતને બિરદાવી હતી

મોરબીની શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ દોઢ મહિના સુધી પ્રેકટીશ કરીને તૈયાર કરવામાં આવ્યા છે અને “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે આટલું જ નહિ આ ગરબીમાં આવતી હિંદુ તેમજ મુસ્લિમ પરિવારની બાળાઓ દ્વારા નવરાત્રી પહેલા ૪૨ જેટલા અવનવા રાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે જે નવ દિવસમાં લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે અને આ ગરબી જોવા મોરબી બહારથી પણ લોકો આવે છે

આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તે હક્કિત છે મોરબીમાં શક્તિ ચોક ગરબી સહીત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે અને મોરબીની શક્તિ ચોક ગરબી ન માત્ર મોરબી પણ જીલ્લાની નંબર વન ગરબીક કહી શકાય તેમ છે




Latest News