મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સુંદરી ભવાની ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના સુંદરી ભવાની ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતો યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે, ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની હાજરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોય ત્યાં જાણ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતો સુનિલ વિનોદભાઈ નાયક (૧૯) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી હળવદથી સારવાર માટે મોરબી લઈને આવી રહ્યા હતા. દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેનું ડેડબોડી આવ્યું હોય ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રંજનબેન સુરેશભાઈ (૧૯) નામની યુવતીને વાડી વિસ્તારમાં હતી ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી




Latest News