માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારો ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સુધી યોજાશે શ્રદ્ધાંજલિ યાત્રા


SHARE













મોરબી ઝૂલતા પુલ ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારો ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સુધી યોજાશે શ્રદ્ધાંજલિ યાત્રા

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૩૦/૧૦/૨૩ ના રોજ અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી ૨૪ કિલો મીટરની શ્રદ્ધાંજલિ યાત્રા યોજવામાં આવશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે તેમજ સરકાર દ્વારા ઘટનાની તટસ્થ તપાસ કરવા માટે થઈને સીટની રચના કરવામાં આવી હતી જેનો પણ તાજેતરમાં રિપોર્ટ આવી ગયો છે અને આ રિપોર્ટમાં દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યા છે તેવુ ટ્રેજેડી વિકટીમ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું છે જોકે આ દુર્ઘટનાના કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને સખતમાં સજા આજીવન કેદની સજા કરવામાં આવે તેવી ટ્રેજેડી વિકટીમ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રેજેડી વિકટીમ એસોસિએશન દ્વારા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તથા પોલીસ કમિશનર અમદાવાદને એક પત્ર લખવામાં આવેલ છે અને આ પત્રમાં જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનો દ્વારા આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે તે નિમિત્તે ઉપવાસ રાખીને શ્રદ્ધાંજલિ યાત્રાનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે તેની જાણ કરવામાં આવી છે આ પત્રમાં જણાવ્યા મુજબ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા સરકાર દ્વારા દુર્ઘટનાના પીડિતોને ભવિષ્યમાં પણ ન્યાય મળશે તેવી આશા સાથે ન્યાયના હિતમાં અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી એટલે કે ૨૪ કિલોમીટરની શ્રદ્ધાંજલિ યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રદ્ધાંજલિ યાત્રા આગામી તા. ૩૦/૧૦/૨૩ ના રોજ સવારે છ વાગ્યે અમદાવાદ ગાંધીનગર આશ્રમથી શરૂ થશે આ યાત્રામાં જુલતાપુલ દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોના અંદાજે ૨૦૦ જેટલા પરિવારજનો હાજર રહેશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News